મોરબીમાં આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપિંગ સેન્ટર પાસે આધેડને વારાફરતી ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઈજા કરી તેમજ આધેડને લોખંડની ટામી મારી ઈજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ચંન્દ્રેશનગર મુનનગર ચોક આરાધના -૦૧ મ.કા.-૩૦૨ ત્રીજા માળે રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ (ઉ.વ.૪૮) એ આરોપી વનરાજભાઈ હુંબલ રહે. મોરબી આરાધના -૦૨ સાતમા માળે ચંન્દ્રેશનગર મુનનગર ચોક તા.જી. મોરબી, હુશેનભાઇ, જગાભાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૦૬-૨૦૨૪ ના રોજ આરોપી વનરાજભાઈ તથા હુશેનભાઈ તથા જગાભાઈએ વારા ફરતી ફરીયાદિને ગાળો ભુંડા બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારી મુંઢ ઈજા કરી તથા આરોપી વનરાજભાઈએ ફરીયાદિને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા ફરીયાદિના છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં એક ઘા મારી ત્રણ પાંસળીઓમાં ફેક્ચર કરી ફરીયાદિને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર નરેન્દ્રસિંહ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ -૩૨૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.