મોરબીમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીમાં મદીના સોસાયટી મેઇન રોડ પરથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મદીના સોસાયટી મેઇન રોડ ઉપર આરોપી જુસબભાઈ ગફુરભાઈ જામ (ઉ.વ.૨૬) રહે. મોરબી વીશીપરા વિજયનગર રહીમભાઈ ચક્કી પાછળ શેરમાં તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ. ૧૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.