મોરબીમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝમા ઓફિસ બોયે કરી રૂ. 1.62 કરોડથી વધુની છેતરપીંડી
મોરબી: મોરબીના શક્ત શનાળા ઉમા પાર્ટી પ્લોટ સામે નિતીન ઝોન વિસ્તારમાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાં ઓફિસ બોય તરીકે કામ કરતા આરોપીએ શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી રૂ.૧,૬૨,૭૪,૪૩૫ ની છેતરપીંડી કરી નુકસાન કર્યું હતું જેથી આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની કેનાલ રોડ ઓમ પાર્ક -૧ મારૂતી એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૧મા પ્રવીણભાઈ ગોવિંદભાઈ ભોરણીયા (ઉ.વ.૪૮) એ આરોપી કિશન રમેશભાઈ બરાસરા રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૬-૨૦૨૩ થી ૨૭-૦૪-૨૦૨૪ દરમ્યાન આરોપી ફરીયાદીની ભાગીદારી પેઢીમાં ઓફીસ બોય તરીકે કામ કરતો હોય તે દરમ્યાન ફરીયાદી તથા ભાગીદારોનો વિશ્વાસ જીતી બેંકની ચેકબુકમાં જાણ બહાર પોતાની રીતે રકમ લખી ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ (સી.સી.) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી તેમજ UPI દ્રારા પોતાના બેંક ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી તેમજ કંપનીનુ મટીરીયલ્સ ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરી ફરીયાદી તથા ભાગીદારો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી તેમજ બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી નાખી ચેકોમાં પોતે ખોટી સહી કરી સાચા તરીકે ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદોની ભાગીદારી પેઢીને કુલ રૂપીયા – ૧,૬૨, ૭૪,૪૩૫/- ની છેતરપીંડી કરી આર્થીક નુકશાન કર્યું હોવાથી ભોગ બનનાર પ્રવીણભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬,૪૦૮,૪૨૦,૪૬૫,૪૬૮,૪૭૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
