Saturday, March 1, 2025

ટંકારાના સરાયા નજીકથી 1630 કિગ્રા એલ્યુમિનિયમ વાયર સાથે બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા લતીપર રોડ સરાયા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી બોલેરો ગાડીમાંથી એલ્યુમીનયમના વાયરો ૧૬૩૦ કિ.ગ્રા. કિ.રૂ.૩,૨૬,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૭.૨૬,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા લતીપર રોડ સરાયા ગામના પાટીયા પાસે આવેલ સપનેશ્વર મહાદેવના મંદિર સામે રોડ ઉપર બોલેરો ગાડી ન.GJ- 12-BZ-6538 વાળીમાં ગેરકાયદેસર રીતે બીલ આધાર વગરના એલ્યુમીનીયમના વાયરો ભરેલ છે. જે બાતમીના આધારે તપાસ કરતા બે ઇસમોને એલ્યુમીનીયમના વાયરો આશરે ૧૬૩૦ કિ.ગ્રા કિ.રૂ.૩,૨૬,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૨૬,૦૦૦/- નો મુદામાલ મળી આવતા ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે CRPC કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી બન્ને ઇસમો સિંકદર રહે. મતુલ્લાભાઇ મોખા(મેણા ગરાસીયા) ઉવ-૩૦ રહે.ભુજ નવી રેલ્વે સ્ટેશનની બાજુમાં, ભુતેશ્વર ફળીયુ, તા.જી.ભુજ (કચ્છ), મુસ્તફા યુસુફભાઇ અહેમંદભાઇ વઢવાણવાળા (વોરા) ઉવ-૩૬ રહે. રાજકોટ ભગવતીપરા, બદરીપાર્ક, મુંદર એપાર્ટમેન્ટ, પહેલા માળે, રૂમ ન.૧૦૧ તા.જી.રાજકોટવાળાને સી.આર.પી.સી.કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર