મોરબીમાં છેલ્લા દસ વર્ષથી રક્તદાન થકી બર્થડેની ઉજવણી કરતો યુવાન
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ વિનાયક હોન્ડાના શો રૂમના મેનેજર રિયાઝભાઈ રાઠોડ દ્વારા આજે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તેમણે કહ્યું હતું કે રક્તદાન એ જ મહાદાન છે. તેમનું શરીર એકદમ ચુસ્ત અને ફિટ સાથે નિરોગી હોવાથી તેમના લોહીના દાનથી એક અમૂલ્ય જિંદગી બચી જતી હોય એનાથી વિશેષ બીજું કોઈ કાર્ય ન હોય તેથી છેલ્લા દસ વર્ષથી રક્તદાન કરીને જરૂરિયાત મંદ દર્દીઓની અમૂલ્ય જિંદગીને તેમનું જીવન ઉપયોગી થતું હોય તો એ બાબત તેમના જીવનની મોટી ઉપલબ્ધિ છે.