મુસ્કાન વેલફેર સોસાયટી, જે અનુકૂળ અને નેક કામો માટે જાણીતી છે, તેમને દ્વારા તાજેતરમાં 2nd જૂન એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ – વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમ હવામાનમાં પ્યાસી જનતાને તાજું અને ઠંડુ પાણી પૂરુ પાડવાનો હતો.
વિશેષ માહિતી અનુસાર, આ વોટર કૂલર શનાળા રોડ, ઉમિયા સર્કલએ, ઉમિયાનગર સોસાયટીના દરવાજા પાસે મૂકવામાં આવ્યું છે.
મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યો એ જણાવ્યુ કે, “આ પ્રોજેક્ટ અમારી સમાજસેવામાં એક નવો માઇલસ્ટોન છે. અમે હંમેશા લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ અને હૂંફથી પરિપૂર્ણ કરવા પ્રયાસ કરીએ છીએ.”
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં માનવ સેવા સંઘનો બહુ મોટો ફાળો છે. મુસ્કાન વેલફેર સોસાયટી, માનવ સેવા સંઘનો ખૂબ ખૂબ આભાર માને છે.
આમ, મુસ્કાન વેલફેર સોસાયટીનું આ પ્રોજેક્ટ પ્રેરણાદાયક મિસાલ છે. તે અન્ય સંસ્થાઓ અને લોકો માટે એક ઉદાહરણરૂપ છે કે, કેવી રીતે નાના પણ મહત્વપૂર્ણ પગલાઓથી સમાજની સુખાકારી માટે યોગદાન આપી શકાય છે.
મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલા ઇસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મોરબી તાલુકા તથા માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી તૈયબભાઇ ગુલમહમદભાઇ...
માતા યશોદા એવોર્ડ વિતરણ, પૌષ્ટિક વાનગી સ્પર્ધા, ઈનામ વિતરણ, અભિનય ગીત વગેરે પ્રવૃતિઓ સાથે સમગ્ર કાર્યક્રમ રંગમય બન્યો
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઇ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા જિલ્લા પંચાયત ભવન મોરબી ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા,...
આગામી તા.૧૨ માર્ચ સુધી https://rte.orpgujarat.com આ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજયમાં હાલમાં ધોરણ- ૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખાનગી શાળાઓમાં જૂન- ૨૦૨૫ થી શરુ થનાર શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાની ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. જે અન્વયે...