ઈંગ્લેન્ડ સામેની પાંચ ટી -20 મેચની શ્રેણીમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરી છે, પ્રથમ મેચ હાર્યા બાદ ટીમે બીજી મેચમાં 7 વિકેટથી વિજય નોંધાવ્યો હતો. શ્રેણીમાં બરાબરી મેળવ્યા બાદ હવે ટીમ ત્રીજી ટી 20 માં જીત હાંસલ કરવા માંગશે. આ મેચમાં ઉતરતા પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સામે પ્લેઇંગ ઇલેવન અંગે મુશ્કેલી ઉભી થઈ છે. ટીમ ઇન્ડિયા પ્રથમ બે મેચમાં નિયમિત ઓપનર રોહિત શર્મા વિના ઉતરી હતી પરંતુ હવે કેપ્ટન તેની વાપસી માટે મુશ્કેલીમાં મુકાયો છે. પ્રથમ મેચમાં ટોસ દરમિયાન તેણે કહ્યું હતું કે રોહિતને બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ કે તે ત્રીજી મેચમાં રમશે. પ્રથમ મેચમાં શિખર ધવનને કેએલ રાહુલ સાથે ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો જ્યારે બીજી મેચમાં ધવનની જગ્યાએ ઇશાન કિશનને લેવામાં આવ્યો હતો. ઈશાને તેની પ્રથમ મેચમાં જ્વલંત અર્ધસદી ફટકારી હતી અને કેપ્ટનને આનંદની સાથે ચિંતામાં મૂકી દીધા.કે.એલ.રાહુલને ટી 20 વર્લ્ડ કપના ઓપનર તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં તેને બહાર મુકવો એ યોગ્ય નથી. ઇશાનના સરાહનીય પ્રદર્શન બાદ તેને બહાર મૂકવો એ અન્યાય થશે. બીજી તરફ, રોહિત ટીમનો વાઇસ કેપ્ટન છે અને તે પ્લેઇંગમાં સમાવિષ્ટ ન થાય તો તેના પદ માટે આ વાત યોગ્ય બનશે નહિ. ઈજાના કારણે રોહિત વનડે અને ટી 20 થી બહાર થઈ ગયો હતો. તે શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં પણ ટીમનો ભાગ ન હતો. ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયાની બે ટેસ્ટ સહિત ફક્ત 6 મેચ છે. આવી સ્થિતિમાં, તેને આરામ આપવો તે ખૂબ જ વિચારવા જેવી વાત છે કારણ કે તે ઈજા પછી પરત ટીમમાં આવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.