મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે કાર્બોલેન કોલ કારખાનામાં મામાના દીકરાનુ સમાધાન કરવા ગયેલ યુવકને ગાળો આપી ધોકા વડે ત્રણે શખ્સોએ માર માર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટીયા પાસે રહેતા રાધેશ્યામભાઈ રતનભાઈ ડામોર (ઉ.વ.૨૪) એ આરોપી ક્રિષ્નપાલ, ક્રિષ્નપાલના પત્ની તથા મોહિત રહે. ત્રણે કાર્બોલેન કોલ કારખાનામાં પીપળી ગામની સીમ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧-૦૫-૨૦૨૩ ના રોજ ફરીયાદીના મામાના દિકરા મહેશને કારખાનામા ઝઘડો થયેલ હોય જેથી ફરીયાદી સમાધાન કરવા જતા ત્રણેય આરોપીઓ ગાળાગાળી કરવા લાગતા જેઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇને ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ હોય અને આરોપી ક્રિષ્નપાલએ લાકડાના ધોકો (પાવડા) વડે ફરીયાદિને મારવા જતા ફરીયાદિએ હાથ આડો કરી લેતા ફરીયાદિના માથામા ધોકો વાગી જતા તથા આરોપી ક્રિષ્નપાલના પત્નીએ પણ ફરીયાદિના વાસામા લાકડાના ધોકો (પાવડા) વડે મારમારતા તથા આરોપી મોહિતએ ફરીયાદિને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનનાર રાધેશ્યામભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫, ૫૦૪,૧૧૪ જી.પી. એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.