મોરબી: મોરબી જીલ્લામાં ઈન્ડસ્ટ્રીઝમાથી નીકળતા ઓઈલ બેરલ, ડિજિટલ ઇન્કના બેરલ, જ્વલનશીલ પદાર્થના બેરલનું ગેરકાયદેસર રીતે પરીવહન કરતા વાહનો ડીટેન કરી તેમના પર કાર્યવાહી કરવા મોરબીના જાગૃત નાગરિક એસ. મંડોળએ મોરબી જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી છે.
મોરબીના જાગૃત નાગરિક એસ. મંડોળએ મોરબી જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જિલ્લાની અંદર હજારોની સંખ્યામાં ઇંડરસ્ટ્રીઝ આવેલી છે અને તેમાંથી નીકળતા (HAZAR DOUS WESTE ઓઇલ બેરલ ડિજિટલ ઇન્કના બેરલ જવર્ણનલશીલ પદાર્થના બેરલ દરેક કંપનીઑમાથી નીકળે છે અને તેનો ગેરકાયદેસર રીતે જે તે વ્યક્તિઓ દ્વારા બેરલના વોશિંગ કરીને અને બેરલને ગેરકાયદેસર રીતે GRINDING [કટિંગ ] કરીને મોરબી જિલ્લામાં કે મોરબી જિલ્લાની બહાર ગેરકાયદેસર રીતે વહેચાણ કરવામાં આવતા હોય છે અને આવા લોકો આ બેરલને કે કન્ટેનરને વોશિંગ કરવા માટે લાખો લિટર પીવાલાયક પાણીને કેમિકલ વાળું દૂષિત પાણી કરી ને જ્યાં ત્યાં નદી નાળા ભૂગર્ભ ગટર કે ખુલ્લી જગ્યામાં છોડી મૂકતા હોય છે જેનાથી પ્રાણીઓના જીવન ઉપર તથા પીવાલયક પાણી અને મનુષ્યજીવન પર અસર થાય છે જેથી પ્રદુષીત પાણીથી કેન્સર જેવા હાનિકારક રોગો થાય છે જો આની ઉપર યોગ્ય પગલાં નહિ ભરવામાં આવે તો મોરબી જિલ્લાને આગામી દિવસોમાં દૂષિતપાણીની બહુ ગંભીર સમસ્યા સર્જાસે તેવી પરિસતિથી થસે માટે આ બાબત ને ગંભીરતાથી ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેવા જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવી છે.

