Sunday, October 20, 2024

મહાનગરપાલિકામાં ન ભળવા માટે ઘુંટુ ગામે નનૈયો ભણ્યો ? ગામમાં મિટિંગ યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકીય કિન્નાખોરી રાખી ગામને મહાનગરપાલિકામાં ભેળવાતું હોવાની ચર્ચા

મોરબી: રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા જ મોરબીને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે શહેરી વિકાસ દ્વારા મહાનગરપાલિકા માંટે જરૂરી સિમાંકન પ્રક્રિયાઓ શરૂ કરી હતી જેમાં આજુબાજુના ગામડાઓ મેળવવા જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી હતી ત્યારે મોરબીના ઘુંટુ ગામને રાજકીય વગથી ભેળવવામાં આવતા ગત રાત્રે મહાનગરપાલિકામા ન ભળવા બાબતે ઘુંટુ ગામે ગ્રામજનો દ્વારા બેઠક મળી હતી.

મળતી માહિતી મુજબ મોરબીને મહાનગરપાલિકા તરીકે જાહેરાત કર્યા બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા મહાનગરપાલિકા માટે જરૂરી સીમાંકનની પ્રક્રિયાઓ ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી ત્યારે લોકસભા ચૂંટણીને કારણે હાલ આ કાર્યવાહી અટકી ગઈ હતી જોકે હવે ચૂંટણીમાંથી તંત્ર નવરું થયા બાદ મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવા જરૂરી પ્રક્રિયાઓ ફરી શરૂ કરી દીધી છે અને તેના જ ભાગરૂપે મોરબી નગરપાલિકા દ્વારા પાલિકાની હદ વિસ્તારની સીમાંકન માટે તેમજ આજુબાજુના ગામડાઓ મેળવવા જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી છે આ માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબી તાલુકા પંચાયત પાસે 14 ગામની હદ અને ક્ષેત્રફળ રજૂ કરતી વિગતો મંગાવવામાં આવી છે આ 14 ગામમાં રવાપર, શકત સનાળા, લાલપર, લીલાપર, જોધપુર, ભડીયાદ(જવાહર નગર સહિત) ત્રાજપર(માળિયા વનાડિયા સહિત) વજેપર (માધાપર સહિત) મહેન્દ્રનગર (ઇન્દિરા નગર સહિત) ઘુટું નવી પીપળી નાની વાવડી ધરમપુર અમરેલી સહિતના ૧૪ ગામને તેની તાલુકા પંચાયત પાસે તમામ ગામની હદ અને ક્ષેત્રફળની વિગત માગવામાં આવી હતી અને આ ગામોનો મહાનગરપાલિકામા સમાવેશ કરવામાં આવાનો હોય ત્યારે કેટલાક ગામો શહેરથી નજીક આવેલા છે તેમ છતા રાજકીય વગથી નથી ભેળવવામાં આવી રહ્યા અને મોરબી તાલુકાનું ઘુંટુ ગામ કેટલાક ગામોથી દુર હોવા છતાં રાજકીય વગથી તેનો સમાવેશ મહાનગરપાલિકામાં કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠયો હતો જેના કારણે ગત રાત્રે ઘુંટુ ગામ ખાતે ગ્રામજનો દ્વારા મહાનગરપાલિકામા ન ભળવા બાબતે મીટિંગ મળી હતી જેમાં સરપંચ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી મહાનગરપાલિકામાં ન ભળવા અંગે બધાએ પોતાનો મત રજુ કર્યો હતો. જો તેમ છતા ભેળવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર