Saturday, October 19, 2024

વાંકાનેર મોરબી ને.હા. રોડ ટર ટ્રકે એમ્બ્યુલન્સ સહિત ચાર કારને લીધી હડફેટે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર મેગ્નમ સિરામિક સામે આવેલ કટ પાસે ટ્રક એમ્બ્યુલન્સ સહિત ચાર કારને પાછળથી હડફેટે લઈ નાનું મોટું નુકસાન કર્યું હોવાથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ રાણેકપરના પાટીયા પાસે રાજ પાંચસો પંચાવન હોટલની સામે હીમાલય પ્લાઝાની દુકાન નં -૦૬ માં રહેતા અને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સમા ડ્રાઈવિંગ પાયલોટ તરીકે નોકરી કરતા દીપકભાઈ પરબતભાઇ વાંજા (ઉ.વ.૩૧) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જી.જે-૩૬-ટી-૨૪૭૨ નાં ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૫-૨૦૨૪ ના રોજ સવારના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં ટ્રક રજીસ્ટ્રેશન નંબર જી. જે. ૩૬. ટી. ૨૪૭૨ ના ચાલક આરોપીએ પોતાના હવાલાની ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારીથી ભયજનક રીતે ચલાવી રોડ ઉપર વળાંક લેવા વળવા માટે ઉભેલી પરેશભાઇ કાન્તીલાલ ગાંભવા રહેવાસી જામ દૂધઇ વાળાની બલેનો કાર નંબર જીજે. ૧૦. ડી.જે. ૨૨૫૮ તથા જ્યંતીલાલ પોપટભાઇ દેત્રોજા રહેવાસી મોરબી વાળાની હોન્ડા અમેઝ કાર નંબર જીજે. ૦૧. આર. ડી. ૪૭૦૫ તથા જયભાઇ ધરમશીભાઇ પનારા રહેવાસી મોરબી વાળાની કીયા સોનેટ કાર નંબર જી.જે. ૩૬. એ.એલ. ૨૮૨૪ વાળાઓની કારોને એક પછી એક પાછળ થી હડફેડમાં લઇ નાનુ મોટુ નુકશાન કરી બાદ ફરીયાદીના હવાલા વાળી સરકારી ટાટા વીંગર ૧૦૮ એમ્બ્યુલન્સ રજીસ્ટ્રેશન નંબર જીજે. ૧૮. જીબી. ૨૫૬૯ વાળીને ખાલી સાઇડ થી પાછળની હડફેટમાં લઇ ખાલી સાઇડમાં પાછળ થી આગળ સુધી પતરાની બોડીમાં બારીમાં ઘોબા ઘસારા તથા લાઇટ તોડી નાંખી નુકશાન કરી પોતાના હવાલાની ટ્રક રોડ ઉપર રેઢી મુકી આરોપી નાસી ગયો હતો જેથી ભોગ બનનાર દીપકભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૪૨૭ તથા એમ.વી. એક્ટ કલમ -૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર