શું મોરબીના ભાજપના નેતાને પણ કામ કરાવવા માટે લાંચ આપવી પડે છે
મોરબી( સૌજન્યથી ): આમ તો ભાજપાના રાજમાં ભ્રષ્ટાચાર બેફામ થયો છે દિલ્હી હોઈ કે સ્થાનિક સરકાર કોઈ પણનું અમલદાર સામે ચાલતું નથી સરકારી બાબુ પ્રજાને નીચોવી રહ્યા છે છતાં સબ સલામતની પીપુડી વગાડતા ભાજપના જ એક નેતાને ભારે કડવો અનુભવ થયો. વાત જાણે એમ બની કે માળીયાના એક સંગઠનના પ્રમુખે પોતાના જમાઈના એક કામ માટે નાયબ મામલતદારને ભલામણ કરી હતી પરંતુ પૈસા વગર ભલામણનું ક્યાં કાંઈ વજન પડે છે નાયબ મામલતદારે ભલામણનો ડૂચો વારી નેતા પાસે કામ કરવું હોઈ તો 70 હજાર આપવાની માંગણી કરી અને એમ પણ કહ્યું કે કામ તો કાંતિભાઈનું પણ મફત નો થાય.
હવે નાયબ મામલતદારની આવી હવા જોઈ માળીયાના નેતા ધારાસભ્ય કાંતિભાઈ પાસે પોચ્યા અને રજુઆત કરી. આ રજુઆત બાદ કાંતિભાઈએ ભલામણ કરી પણ કામ તો નો જ થયું. ત્યારે માળીયાના નેતાની આમ જોવો તો કામ નો થાય તો જમાઈ પાસે આબરૂ જાય માટે ભારે ધમ પછડા કર્યા પણ પૈસા વગાર કામ નો જ થયું…
છેલ્લે કંટાળી માળીયાના નેતાએ acbમા નાયબ મામલતદાર સામે પુરાવા સાથે ફરિયાદ કરી અને acb હરકતમાં આવતા મામલતદાર ફોને બંધ કરી બેસી નાસી ગયા ના વાવાડ છે પણ કામ તો નો જ કર્યું. હવે મુદ્દાની વાત એ છે કે ભાજપના અમુક નેતા ખાણ ખનીજ પોલીસ અને અમુક રેવન્યુ અધિકારી પાસેથી મલાઈ લે છે માટે આ અધિકારીની આટલી હિંમત વધી છે તેવું અમુક સમજુ લોકોનું કહેવું છે અને કદાચ આ વાત સાચી પણ હશે કેમ કે મોરબી જિલ્લા હાલ દરેક બાબતે બેફામ બની ગયો છે કોઈનો કોઈ પર અંકુશ જ નથી પોલીસ પોતાની રીતે છે તો અન્ય સરકારી તંત્રનું લશ્કર ક્યાં લડે છે તે પદાધિકારી જાણતા જ નથી કા અજાણ હોવાનો દેખાવ કરી રહ્યા છે. ખેર મુદ્દાની વાત પાર આવી તો acb નાયબ મામલતદારના નિવેદન માટે બે આટા માળીયા મારી આવ્યા પણ સાહેબ શ્રી મળી આવ્યા નથી.