Thursday, December 26, 2024

મોરબી: કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતાં આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

આજથી આશરે એકાદ વર્ષ પહેલા મોરબી ખાણખનીજ ખાતા દ્વારા મોરથળા ગામના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હીટાચી મશીન ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરતા પકડેલ હોય અને આ અંગે વાંકાનેર સીટી પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર થયેલ હોય જે હીટાચી મશીન છોડવવા માટે તેઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલ નામદાર હાઇકોર્ટ સોલવંશી જામીન મોરબી સેસન્સ કોર્ટમાં રજુ કરવા હુકમ કરેલ હોય આરોપીઓએ ખોટા સોલવંશી જામીન બનાવી સેસન્સ કોર્ટ મોરબીમાં રજુ કરતા નામદાર કોર્ટના ધ્યાને આવતા નામદાર કોર્ટના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ખાતે આરોપીઓ વિરૂધ્ધ એ પાર્ટ આઇ.પી.સી.કલમ- ૧૨૦(બી), ૨૦૦,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુનો રજીસ્ટર થયેલો જે ગુનામાં ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ અને એક આરોપી પોતાની ધરપકડ કરવા એકાદ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે આરોપી રાજુભાઇ બુટાભાઇ વિભાભાઇ ફાંગલીયા ઉ.વ. ૨૬ રહે. મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાને વાંકાનેર દીઘલીયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, ની કચેરી ખાતે લાવી ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર