Wednesday, December 25, 2024

સ્ટેટ મોનિટરિંગ સેલના Dy. SP કે.ટી. કામરિયાનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આખા ગુજરાતમાં દારૂ-જુગાર ઉપરાંત ક્રિકેટ-એમસીએક્સ સટ્ટા, બાયોડિઝલના વેચાણ- ગેસ રિફિલિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધડાધડ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે તેમની કામગીરીને ‘ધારદાર’ બનાવનારા ડીવાયએસપી કે.ટી.કામરિયાનો આજે જન્મદિવસ છે. ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડીશનલ ડીજી નિરજા ગોટરુ રાવ તેમજ એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરિયા અને તેમની ટીમ ગુજરાતમાં સપાટો બોલાવી રહી છે જેના કારણે ગુનેગારોમાં ગજબનો ફફડાટ જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લાના હડમતિયા (પાલણપીર) ગામના વતની એવા કે.ટી.કામરિયાએ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરીને આજે ૫૭મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૧૯૯૩માં ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી પીએસઆઈ તરીકે પોલીસ બેડામાં જોડાયા બાદ તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. આ પછી પીઆઈ તરીકેનું પ્રમોશન મળ્યા બાદ તેમને એસીબીની જવાબદારી સોંપાઈ હતી જ્યાં તેઓ ૨૦૦૮થી ૨૦૧૭ સુધી કાર્યરત રહ્યા હતા. આ પછી તેમને ડીવાયએસપીનું પ્રમોશન પ્રાપ્ત થયા બાદ તેમની નિમણૂક સ્ટેટ મોનિટરિંગ સેલ જેવા પોલીસના અત્યંત મહત્ત્વના વિભાગમાં થઈ હતી જ્યાં તેઓ હાલ કાર્યરત છે. ડીવાયએસપી કે.ટી.કામરિયાની ઉમદા કામગીરી બદલ તેમને ૨૦૧૪ તેમજ ૨૦૨૦માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર