ટંકારાના ખાખરા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
ટંકારા: ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમાં પાટીવાડી વાડીએ દક્ષ બીજલભાઈ રાઠોડની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમા પાટીવાળી વાડી તરીકે ઓળખાતી દક્ષભાઇ બીજલભાઇ રાઠોડની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમો જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા ઉ.વ.૪૦ રહે.થોરીયાળી તા.પડધરી, દક્ષભાઇ બીજલભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.ખાખરા તા.ટંકારા, લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉ.વ.૩૪ રહે.આણંદનગર, વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે.ખાખરા તા.ટંકારા, રાણછોડભાઇ રવજીભાઇ પીપળીયા ઉ.વ.૬૪ રહે. લતીપર ગામ તા.ધ્રોલ, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉ.વ.૬૬ રહે.મોરબી ઘુનડા રોડ ત્રીકુટ સો.સા.રોકડા રૂ.૬૬૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે.