મોરબીના ખાખરાળા ગામે સમજાવવા ગયેલ યુવક સહિત ત્રણ સાથીને ત્રણ શખ્સોએ ધોકો વડે ફટકાર્યા
મોરબી: મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં આવેલ સાયનટેક કારખાનામાં બે શખ્સોને પ્લાયવુડની શીટો મુકવા બાબતે માથાકુટ સમજાવવા ગયેલ યુવક સહિત ત્રણ સાથીને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં આવેલ સાયનટેક કારખાનાની કોલોનીમાં રહેતા પ્રાણક્રિશ્ના મંડલ પ્રભુ ચંદ્રમંડલ (ઉ.વ.૧૯) એ આરોપી ધિરજકુમાર હરેન્દ્રરાય યાદવ ઉ.વ.૨૧ રહે.હાલ સનટેક કારખાના ના લેબર કોલોનીમાં ખાખરાલા ગામ સીમ તા.જી.મોરબી મુળ રહે. પટના બીહાર, હરીઓમ ભીમ યાદવ ઉ.વ.૩૩ રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાલા ગામ સીમ તા.જી. મોરબી મુળ રહે.ગરરથા થાના જી.લાક્ષર બીહાર, બ્રિજેશ યાદવ ભીમ યાદવ ઉ.વ.૨૯ રહે. હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાલા ગામ સીમ તા.જી. મોરબી મુળ રહે.ગરરથા થાના જી.લાક્ષર બીહારવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના સવા દસેક વાગ્યાના અરસામાં આરોપી ધિરજકુમારએ રાજકુમાર ભરતરાય યાદવ સાથે પ્લાયવુડની શીટો મુકવા બાબતે બોલા ચાલી કરેલ હોય અને બાદ ફરીથી આરોપી ધિરજકુમાર તથા આરોપી હરીઓમ તથા આરોપી બ્રીજેશએ રાજકુમાર યાદવ સાથે બોલા ચાલી કરતા હોય ત્યારે તેમને સમજાવવા માટે ત્યા ફરીયાદી તથા રાજાભાઇ બકુલભાઇ બરમન તથા સાધુ મંડલ જતા આ ત્રણેય આરોપીઓએ ફરીયાદી સાથે તથા સાહેદો સાથે બોલા ચાલી કરી ગાળો આપી ત્યા પડેલ લાકડાના ધોકા વડે આરોપી ત્રણેયે માર મારેલ જેથી ફરીયાદીને માથામાં બે ટાકા આવેલ તથા રાજા બકુલભાઇ બરમનને માથાના ભાગે આરોપી ધિરજએ લાકડાનો ધોકો મારેલ હોય અને આરોપી હરીઓમ તથા આરોપી બ્રીજેશ લકડાના ધોકા આડે ધડ મારેલ હોય જેથી માથામાંથી લોહી નીકળેલ હોય અને ગંભીર ઇજા થયેલ હોય અને સાધુ મંડલને પણ માથાના ભાગે લાકડાના ધોકા વડે આરોપી ધિરજ તથા આરોપી હરિઓમ તથા આરોપી બ્રીજેશે મારેલ હોય અને તેને પણ માથામાં ટાકા આવેલ હોય અને રાજા બકુલભાઇ બરમનને માથમાં લાકડાના ધોકા વડે મારેલ હોય જેથી તેને માથામાં હેમરેજ તથા ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરેલ હોય અને તે હાલ અર્ધ બે-ભાન હાલમાં સારવારમાં દાખલ હોય અને આ ત્રણેય માર મારી ઝગડો કરી નાશી ગયેલ હોય જેથી ભોગ બનનાર પ્રાણક્રિશ્ના મંડલ એ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૫,૩૨૬, ૫૦૪,૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
