મોરબી: લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબીના રોહિદાસપરામાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ કેમ્પમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો.ધર્મેશ ઝાલાધરા તથા મેડિસીની વિભાગના ડો.ઉમેશ ગોધવીયા, બાળકોના વિભાગના ડો.અક્ષય જાકાસણીયા નિ:શુલ્ક સેવા આપી હતી. આ કેમ્પમાં 90 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ 250 થી વધુ વૃક્ષોના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામે તળાવના અંગોરમા ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અર્જુન ભાઇ બીજલભાઇ તડવી ઉ.વ-૫૫ રહે.ગામ કોયબા તા હળવદ વાળો કોઇ અગમ્ય કારણોસર કોયબા ગામના તળાવના અંગોરમા ડુબી જતાં અર્જુનભાઈ નામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ...
મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર બે સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તહેવારો નજીક આવી રહ્ય છે ત્યારે મોરબી તાલુકા પોલીસ અલર્ટ બની છે અને વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના સાપર...