મોરબીના જૂના પીપળી ગામે બીમારીથી કંટાળી આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીના જૂના પીપળી ગામે પથરીની પીડાથી કંટાળી ગળાફાંસો ખાઇ જતાં આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ કૈલાશબેન વલ્લભભાઇ જેઠલોજા, ઉ.વ-૫૨, રહે-જુની પીપળી ગામ, તા.જિ-મોરબીવાળાને ઘણા સમયથી પથરીની બીમારી હોય તેમજ પથરીનુ ઓપરેશ કરાવેલ હોય જે પથરીની બીમારીની પીડાને કારણે કંટાળી જઇને ગત તા-૨૭/૦૫/૨૦૨૪ ના રોજ ગળેફાંસો ખાઈ જતાં કૈલાશબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.