મોરબીના રાજપર ગામે પરપ્રાંતીય મજૂર નો મૃતદેહ મળી આવ્યો
મોરબી: મોરબી તાલુકા રાજપર ગામે વાડીની ઓરડીમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામની સીમમાં આવેલ પ્રવિણભાઇ ત્રિભોવનભાઈ વઘાડીયાની ભંડારા નામથી ઓળખાતી વાડીની ઓરડીમાંથી મુકેશભાઈ રાવજીભાઈ વસાવા (ઉ.વ.૨૯) નામના પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.