મોરબીના રામદેવનગરમા ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
મોરબી: મોરબીના રામદેવનગર સો ઓરડી પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના રામદેવનગર સો ઓરડીમાં રહેતા મનસુખભાઇ નાનજીભાઈ પરમાર ઉ.વ.૪૦વાળા પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મનસુખભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.