મોરબીમાં સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો બનાવી વેચવાનુ કારસ્તાન ઝડપાયું
મોરબી: મોરબીના સામા કાંઠે રણછોડનગરમા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વિદેશી દારૂની સસ્તી બોટલો મંગાવી તે સસ્તી બોટલોનો દારૂ કાઢી ઈંગ્લીશ દારૂની મોંઘી બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૂની ખાલી બોટલોમા ભરી તેની પર ડુપ્લીકેટ ઢાંકણા, સ્ટીકરો લગાડી વેચાણ કરવાના ઈરાદાથી બ્રાન્ડેડ તરીકે ઉપયોગ વેચવાનુ કારસ્તાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી મુજબ આરોપી અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ એ પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ બહારથી ભારતીય બનાવટની સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલો મંગાવી તે સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાનો ઇંગ્લીશ દારૂ બહાર કાઢી તે ઇંગ્લીશ દારૂ મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની ખાલી બોટલોમાં ભરી તેની ઉપર ડુપ્લીકેટ ઢાંકણા, સ્ટીકરો લગાડી/ચોડી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો વેચાણ કરવાના હેતુથી તૈયાર કરી/બનાવી તે બોટલો બ્રાન્ડેડ અસલ નહી હોવાનુ જાણવા છતા તેનો બ્રાન્ડેડ અસલ (ખરા) તરીકે ઉપયોગ કરી સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કાચની કંપની શીલ પેક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૧ કી.રૂ.૧૪,૩૫૦/-તથા અલગ અલગ બ્રાન્ડની બોટલોના ઢાંકણા નંગ-૩૨૪ તથા અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો નંગ-૬૪૦, મીણબતી નંગ-૦૪, પ્લાસ્ટીકના ઇન્જેકશન નંગ-૦૨, તથા અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની કાચની ખાલી બોટલો નંગ-૩૯૬ કી.રૂ.૦૦/- તથા ટેપરોલ નંગ-૦૩ કી.રૂ. ૩૦/-, ડીસમીસ નંગ-૦૨ કી.રૂ. ૫૦/-, પ્લાસ્ટીકની ગરણીઓ નંગ-૧૨ કી.રૂ. ૬૦/- મળી કુલ કી.રૂ.૧૪,૪૯૦/- નો મુદામાલ વેચાણ કરવાના આશયથી રાખી રેઇડ દરમ્યાન આરોપી અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે. મોરબી જોન્સનગર વાળો હાજર નહી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન કલમ -૬૫(એ)(ઈ),૧૧૬-(બી) તથા આઈપીસી કલમ -૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.