Friday, November 22, 2024

ભારતમાં ક્રિપ્ટોકરન્સમાં રોકાણ કરનારાઓ માટે માઠા સમાચાર, આ કાયદો જલ્દી આવી શકે છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવામાં આવશે, તે ઉપરાંત તેનો વેપાર, માઇનિંગ, ટ્રાન્સફર અને હોલ્ડિંગને ફોજદારી ગુનો ગણવામાં આવી શકે છે. સરકાર આવા બિલ પર કામ કરી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ વિશે માહિતી આપી. અધિકારીના જણાવ્યા અનુસાર ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્સફર, હોલ્ડિંગ, માઇનિંગ અને વેપાર પર સખત સજા થઈ શકે છે. તે જાન્યુઆરીથી સરકારના અજેન્ડામાં છે, જેમાં સરકાર બીટકોઈન જેવી ખાનગી વર્ચુઅલ કરન્સી પર પ્રતિબંધ લગાવવા વિચારણા કરી રહી છે, જ્યારે સરકાર પોતાનું ડિજિટલ ચલણ લાવશે. આ બિલ ક્રિપ્ટોકરન્સી ધારકોને તેને લિકવીડેટ કરવા માટે છ મહિના સુધીનો સમય આપશે, ત્યારબાદ દંડ ફટકારવામાં આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ખરડાને કાયદો બનાવવામાં વધારે તકલીફ પડશે નહીં, કારણ કે સંસદમાં સરકારને સંપૂર્ણ બહુમતી મળી છે. જો આ પ્રતિબંધ કાયદો બની જાય, તો ભારત ક્રિપ્ટોકરન્સીને ગેરકાયદેસર જાહેર કરનારી પ્રથમ મોટી અર્થવ્યવસ્થા હશે. ચીનમાં પણ તેના માઇનિંગ અને વેપાર પર પ્રતિબંધ છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી રાખવી એ ગુનો બનશે. બધા ટ્રેડિંગ એક્સચેંજ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેને રાખવું અને વેચવું એ ગુનો હશે. આવા કેસમાં દંડ અને કેદ બંનેની જોગવાઈ રહેશે.

નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ભૂતકાળમાં ક્રિપ્ટોકરન્સીની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને તેની જાણકારી આપી હતી. આરબીઆઇએ કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી દેશના અર્થતંત્રની નાણાકીય સ્થિરતાને અસર કરી શકે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે;” અમને ક્રિપ્ટોકરન્સી વિશે કેટલીક મોટી આશંકા છે. અમે સરકારને તે અંગે જાગૃત કરી છે. સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે. દાસે બ્લોકચેન ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે બ્લોકચેન ટેકનોલોજીના ફાયદાઓનો ઉપયોગ કરવાની જરૂર છે, તે અલગ બાબત છે. પરંતુ ક્રિપ્ટોના સંદર્ભે નાણાકીય સ્થિરતાના દૃષ્ટિકોણથી એક મોટી ચિંતા છે અને અમે તેને સરકાર સાથે શેર કરી છે.”આરબીઆઇએ અગાઉ મની લોન્ડરિંગ અને ટેરર ​​ફંડિંગ માટે ડિજિટલ ચલણના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દાસે આરબીઆઈની પોતાની ડિજિટલ ચલણ લોન્ચ કરવાની વાત પણ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર