મોરબીમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા રામદુત હોમ્સ-૨ સોમનાથ પાર્ક -૨ માંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલ મોરબીના મહેન્દ્રનગરમા રામદુત હોમ્સ-૨ સોમનાથ પાર્ક -૨ માં રહેતા ધવલ જેન્તીલાલ ભલાણી (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધીમાં ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – જીજે -૧૧-સીજે-૨૭૨૫ જેની કિંમત રૂ.૨૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર ધવલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.