ટંકારામાં બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
ટંકારા: ટંકારાની લતિપર ચોકડી પાસે કેબીન પાછળ પેશાપ કરવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા ગોકુલનગર સોસાયટી શેરી નં -૦૫ માં રહેતા રાજ ગોપાલભાઈ ઝાપડા (ઉ.વ.૨૧) એ આરોપી અરજણભાઇ ટપુભાઈ ઝાપડા, માત્રાભાઈ ટપુભાઈ ઝાપડા, તથા સંજયભાઈ રાણાભાઇ ઝાપડા રહે. ત્રણે ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૪-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદિએ આરોપી અરજણભાઇને કેબીન પાછળ પેશાપ કરવાનીના પડતા જે આરોપીઓને સારુ નહી લાગતા ફરીયાદી તથા સાહેદને ભુંડા બોલી ગાળો આપી ઢીકા-પાટુનો માર મારી ફરીયાદીને આરોપી અરજણભાઇએ પોતાના હાથમા રહેલ ધારીયા વતી જમણા ગાલે ઇજા કરી તેમજ આરોપી માત્રાભાઈએ વિજયને લાકડાનો ધોકો કાન ઉપર માથાના ભાગે મારી દેતા ઇજા કરી તથા આરોપી સંજયભાઇએ ઢીકા-પાટુનો મુંઢ માર માર્યો હતો જેથી ભોગ બનનાર રાજ એ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે ટંકારાના જીવાપરા શેરીમાં રહેતા અરજણભાઇ ટપુભાઈ ઝાપડા (ઉ.વ.૪૫) એ આરોપી રાજ ગોપાલભાઈ ઝાપડા, વિજય નારણભાઈ ઝાપડા તથા કનુભાઈ ધોધાભાઈ ઝાપડા રહે. ત્રણે ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૪-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદિએ આરોપી રાજને કેબીન પાછળ પેશાપ કરવા ઉભા રહેતા આરોપી વિજયએ ગાળો આપતા ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપી રાજએ ફરીયાદિને ઢીકાપાટુનો માર મારી તથા આરોપી વિજયએ ફરીયાદિને લોખંડના પાઇપ વડે માથામા એક ધા તથા આરોપી કનુભાઈએ લાકડી વડે ફરીયાદી તથા સાથીને એક એક ધા મારી તથા ત્રણેય આરોપીઓએ ફરીયાદિ તથા સાથીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર અરજણભાઇએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૪,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.