બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયને તાજેતરમાં હેલ્મેટ અને માસ્ક વિના બાઇક ચલાવવા બદલ ચલણ ભરવું પડ્યું હતું. એટલું જ નહીં, મુંબઈ પોલીસે અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી. જોકે, વિવેક ઓબેરોયે પોતાની ભૂલ સ્વીકારીને મુંબઈ પોલીસના વખાણ કર્યા. વિવેક ઓબેરોયેચલણ ભર્યા બાદ ફરી એકવાર પોતાનો પ્રતિસાદ આપ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે હેલ્મેટ અને માસ્ક વિના બાઇક ચલાવવાના ચલણ બદલ તેઓ આ વસ્તુથી નિરાશ છે. ખરેખર, અભિનેતા કહે છે કે જ્યારે તેમણે ખેડૂતોના બાળકો માટે શિષ્યવૃત્તિની ઘોષણા કરી હતી, ત્યારે તેના વિશે કોઈ ચર્ચા થઈ નહોતી, પરંતુ તેમણે હેલ્મેટ પહેર્યું ન હતું અને તેને દંડ થયો તેના વિશેની ઘણી ચર્ચા બધે જ સંભળાઈ રહી છે. સૂત્રો અનુસાર વિવેક ઓબેરોયે કહ્યું હતું કે ભારતમાં લોકો સામાન્ય રીતે હેલ્મેટ પહેરતા નથી. તે જ અડવાડીએ જ્યારે મેં ખેડૂત પરિવારોના બાળકો માટે 16 કરોડની શિષ્યવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ એક દિવસ હેલ્મેટ ન પહેરવા બદલ મને દંડ કરવામાં આવ્યો હતો અને તે રાષ્ટ્રીય સમાચાર બની ગયા હતા. જેના વિશે બધે જ ચર્ચા સાંભળવામાં આવી છે. આપણા દેશમાં ઘણા લોકો છે જે સામાન્ય રીતે હેલ્મેટ પહેરતા નથી.’ અભિનેતાએ વધુમાં ઉમેર્યું, ‘હું એકમાત્ર એવો વ્યક્તિ છું કે જેણે બાઇક ચલાવતા સમયે હેલ્મેટ નહોતું પહેર્યું અને તે સમાચાર બન્યા. એ વિચારીને થોડો હેરાન થયો કે મેં લોકોનું જીવન બદલી શકે તેવી શિષ્યવૃત્તિની જાહેરાત કરી તેના પર પર લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મેં કરેલી મૂર્ખાઈ ભરેલી ભૂલ પર લોકોએ ધ્યાન આપ્યું’ આ સિવાય વિવેક ઓબેરોયે તેમને થયેલા દંડ વિશે ઘણી વધારે વાતો કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને વેલેન્ટાઇન ડે નિમિત્તે વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે તેની પત્ની પ્રિયંકા અલ્વા સાથે નવી બાઇક પર હેલ્મેટ અને માસ્ક પહેર્યા વિના મુંબઈના માર્ગો પર ફરતો જોવા મળ્યો હતો. વિવેક ઓબેરોયને હેલ્મેટ અને માસ્ક વિના બાઇક ચલાવવાં બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.