મોરબીના જીવાપર ગામના કેશવનગર ખાતે કોઈ કારણોસર વૃદ્ધનું મોત
મોરબી: મોરબી તાલુકાના કેશવનગર જીવાપર ગામે ઉલ્ટી થતા બેભાન થઈ જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બાબુભાઈ શિવાભાઈ કાલરીયા ઉ.વ.૬૨ રહે.કેશવનગર જીવાપર મોરબી વાળા ગઈ તા-૨૧/૦૫/૨૦૨૪ રોજ સવારના પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઉલ્ટી થતા બે-ભાન થતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલ રાજકોટ ખાતે દાખલ કરતા સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.