Friday, November 15, 2024

ઢુવા ચોકડી પાસેથી સીંધી વેપારીનુ અપહરણ કરનાર ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: ઢુવા ચોકડી પાસેથી થયેલ સીંધી વેપારીના અપહરણ કરનારનાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી અપહ્યત વેપારીને સહી સલામત છોડવતી મોરબી એલ.સી.બી. તથા વાંકાનેર તાલુકા પોલીસ.

ગઇકાલ તા.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ ફરીયાદી ગીરીશભાઇ મહેશભાઇ ઉર્ફે મેગરાજભાઇ મોહેનાની રહે. મકનસર ગાયત્રી સ્કુલ સામે તા.જી.મોરબી મુળ રહે. નાની વાવડી સીંધી સોસાયટી તા.જી. મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતે ગઇ કાલ સાંજના આશરે પાંચથી છ વાગ્યાના અરસામાં ઢુવા ચોકડી પાસે હતા. ત્યારે રણજીતભાઇ સોમાભાઇ દુમાદીયા રહે. નવા ઢુવા તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે. વડીયા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી પોતે અગાઉ હાથ ઉછીના રૂપીયા-૫૩,૦૦૦/- લીધેલ હોય જેમાંથી રૂપીયા-૮,૦૦૦/- પરત આપી દીધેલ અને બાકીના રૂપીયા પરત નહી આપતા આરોપી (૧) રણજીતભાઇ સોમાભાઇ, (૨) નિલેશ સોમાભાઇ (૩) જયસુખભાઇ મનસુખભાઇ નાઓએ એકસંપ કરી ફરીયાદીનુ અપહરણ કરી કાળા કલરની ફોરવ્હીલ કારમાં લઇ જઇ લાકડીથી માર મારી તથા ટાટીયા ભાંગી નાખવાનો ભય બતાવી ફરીયાદી પાસેથી રૂપીયા-૧૫,૦૦/- બળજબરીથી કઢાવી લઇ બાકી નીકળતા રૂપીયા આપી દેવા અથવા કોઇ પાસે મંગાવી લેવા દબાણ કરી ઢીકા પાટુ તથા લાકડીથી માર મારી મુંઢ ઇજા કરી જો રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ગુનો કર્યા અંગેની ફરીયાદ વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં લખાવતા વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં એ પાર્ટ આઇ.પી.સી. કલમ- ૩૮૬,૩૮૭,૩૬૫ ,૩૨૩,૫૦૬(૨),૧૧૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજિસ્ટર કરેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી નાઓના માર્ગદર્શન મુજબ અપહરણના ગુનાના ત્રણેય આરોપીઓને સત્વરે પકડી તેઓની પાસેથી અપહ્યત થયેલ ફરીયાદીને છોડાવવા સારૂ મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો, તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અપહરણના ગુનાના ત્રણેય આરોપીની ચુંગાલમાંથી અપહ્યતને છોડાવવા અને ત્રણેય આરોપીઓને પકડી પાડવા સુચના કરતા ટેકનીકલ માધ્યમ તથા હ્યુમન સોર્સથી અપહરણના ગુનાના ત્રણેય આરોપી (૧) રણજીતભાઇ સોમાભાઇ, (૨) નિલેશ સોમાભાઇ (૩) જયસુખભાઇ મનસુખભાઇને ગણતરીના કલાકોમાં ગુનામાં ઉપયોગ કરેલ કાર સાથે પકડી પાડી તેઓ પાસેથી અપહ્યત થયેલ ફરીયાદને સહીસલામત છોડાવવામાં સફળતા મળેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર