Friday, November 15, 2024

ઘરેથી નીકળી ગયેલા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ મોરબી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે 181 મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિનો કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ એક મહિલા મળી આવેલા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181મા કોલ કરેલ.

એક બહેનની મદદ માટે સજ્જન વ્યક્તિનો કોલ આવતાની સાથે 181 ટીમ બહેનની મદદ માટે રવાના થયેલ જેમાં સ્થળ પર પહોંચતાની સાથે સજ્જન વ્યક્તિનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં સજ્જન વ્યક્તિએ જણાવેલ આ બહેન દોઢ કલાક થયા અમારી દુકાન પાસે બેઠેલા છે જેમાં તે બહેન કહેતા હોય કે તેમની મગજની દવા ચાલુ છે ને ઘરનુ સરનામુ યાદ ના હોવાથી બહેનની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરેલ.

ત્યારબાદ બહેનનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં બહેનએ જણાવેલ તેમના મમ્મી સામાજિક પ્રસંગ કારણો સર બહાર ગયા હોવાથી બહેનને પેપ્સી પીવાની ઈચ્છા થયેલ જેથી તે તેમના પિતાને પેપ્સી લેવા માટે દુકાન પર જાવ છુ એમ કહીને ઘરેથી પેપ્સી લેવા માટે નીકળી ગયેલા જેમાં ઘરનું સરનામુ ના મળતા દુકાન પાસે બેઠેલા.

181 ટીમ એ બહેનનુ કાઉન્સિલિંગ કરી તેમનુ સરનામુ જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેનના સરનામાની જાણ થતાં 181 ટીમ બહેનના ઘરે ગયેલ ત્યાં પહોંચી બહેનના પિતા અને ભાઈઓનુ કાઉન્સિલિંગ કરેલ જેમાં તેમણે જણાવેલ તે બહેનની સોધખોળ કરતા હોય બહેનની મગજની દવા ચાલુ હોય જેથી સરનામુ યાદ ના રહેતુ હોય જેથી ભુલા પળી જતા હોય જેમાં બહેન ને તેમના પરિવાર જનો સુધી પહોંછાડેલા હોવાથી પરિવાર જનોએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર