મોરબી ખનીજ વિભાગના અધિકારીએ વેશ પલટો કરી હળવદના સુંદરીભવાની ગામે ખનીજ ચોરી ઝડપી
ખનીજ ચોરોના આકાઓએ વાઢેરની બદલી માટે ગાંધીનગરમાં નાખ્યા ધામા
મોરબી: મોરબી જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે ત્યારે તેમના પર લગામ લગાવવા મોરબી ખનીજ વિભાગના હોનાર યુવા અધિકારી વાઢેર દ્વારા વેશ પલટો કરી મજુર વેશ ધારણ કરી હળવદના સુંદરી ભવાની ગામ ખાતે રેઇડ કરી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઈસમો પર કાર્યવાહી કરી એક એક્સકેવેટર મશીન અને બે ડમ્પર સીઝ કરી આ વાહનો હળવદ પોલીસ સ્ટેશનમાં મુકી ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા તેમજ મોરબીના પાંચ તાલુકાઓમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા હતા ત્યારે મોરબી ખનીજ વિભાગ દ્વારા ખનીજ માફીયાઓ પર લગામ લગાવવા મોરબી ખનીજ વિભાગના યુવા અને હોનાર અધિકારી વાઢેર દ્વારા વેશ પલટો કરી મજૂર વેશ ધરાણ કરી મજુરો સાથે આખી રાત રેકી કરી હળવદના સુંદરીભવાની ગામ ખાતે ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા ખનીજ માફીયાઓ પર કાર્યવાહી હાથ ધરી હતી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહનો સીઝ કરવામાં આવ્યા હતા્ જેથી મોરબી ખનીજ માફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે તેમજ આ રેઇડ થી રાત્રિ દરમ્યાન બેફામ ચાલતા ટ્રકોથી લોકોને રાહત મળશે જ્યારે કે ભૂતકાળમાં પણ અનેક ખનીજ ચોરો પર ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલાયા છે જેથી ખનીજમાં રેતીના ભાવ આસમાને પહોંચ્યા છે.
વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખનીજ ચોરોના આકાઓ વાઢેર ની બદલી માટે ગાંધીનગર ખાતે ધામા નાખ્યા છે કેમ કે વાઢેરની આ કામગીરી થકી ખનીજ માફીયાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. ખનીજ વિભાગ દ્વારા આ રેઇડમા એક કરોડની કિંમતના એક એક્સકેવેટર મશીન અને બે ડમ્પર સીઝ કરવામાં આવેલ છે. અને ધરમશીભાઈ દાજીભાઈ સોલંકી દ્વારા ગેરકાયદે ફાયરકલે ખનીજ ખોદવામાં કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ સીઝ કરેલા વાહનો હળવદ પોલીસ સ્ટેશન ખાતે મૂકી ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.