મોરબીના રોહિદાસપરામા યુવકને ધોકા વડે ફટકાર્યો
મોરબી: મોરબીના રોહિદાસપરામા પાણીનો જગ ઘરે નાખી જવાનું કહેતા યુવક બીમાર હોવાથી ના પાડતા એક શખ્સે યુવકને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ યુવકની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી રેલ્વે સ્ટેશન પાછળ રોહિદાસપરા શેરી નં -૦૩ મા રહેતા પાર્વતીબેન મોતીભાઈ કાટીયા (ઉ.વ.૬૫) એ આરોપી રાહુલભાઈ ખીમજીભાઈ શ્રીમાણી રહે. મોરબી રેલ્વે સ્ટેશન પાછળ રોહિદાસપરા શેરી નં -૦૩ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૫-૨૦૨૪ ના રોજ ફરીશ્રી ના દીકરા જયેશને મજા ન હોવાથી પોતે ઘરમા સુતો હોય દરમ્યાન ફરીયાદિના પાડોશી મોટા અવાજે રાડો પાડીને પાણીનો જગ તેઓના ઘેર નાખી જવાનુ કહેતા ફરીયાદિના દીકરા જયેશભાઇ પોતાને મજા ન હોય અને પોતાના મોટાભાઇ પણ ઘેર ન હોવાનુ કહી પરીસ્થીતી સમજવાનુ કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ અચાનક પાછળથી આવી ફરીયાદિના દીકરા જયેશભાઇને માથાના ભાગે લાકડાના બડીકાનો એક ઘા માથાના ભાગે મારી ઇજા કરી હતી જેથી ભોગ બનનાર યુવકની માતા પાર્વતીબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૫ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.