મોરબી: ત્રણ લાંચિયા સરકારી બાબુઓ ને સજા ફટકારતી મોરબી કોર્ટ
હળવદ ટીડીઓ અને બે તલાટીઓને લાંચ લેવા બદલ ચાર-ચાર વર્ષની કેદની સજા અને 20-20 હજારનો દંડ ફટકાર્યો
મોરબીના ઇતિહાસમાં આજે સૌપ્રથમ વખત એક જ દિવસમાં એસીબીના ત્રણ અલગ અલગ કેસમાં આરોપીઓને ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે
જેમાં પ્રથમ કેસમાં તારીખ ૨૭-૦૬-૨૦૦૮ ના રોજ તલાટી કમ મંત્રી મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીના ચીમનલાલ હીરાભાઈ દસાડીયાએ લાંચની માંગણી કરી હતી જેની ધરપકડ કરવામાં આવી હતી જયારે બીજા કેસમાં જુના દેવળિયા ગામના તલાટીમંત્રી જગદીશભાઈ નવનીતલાલ ભટ્ટ દ્વારા તા. ૧૮-૧૨-૨૦૦૯ ના રોજ વારસાઈ એન્ટ્રી કરાવવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી જેથી ધરપકડ કરવામાં આવી હતી જયારે ત્રીજા કેસમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ૬-૬-૨૦૧૩ ના રોજ ઝેરોક્ષનો કોન્ટ્રાકટર રાખેલ હોય જેના બીલ પાસ કરાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી
જે લાંચ સંબંધિત ત્રણેય કેસ સ્પેશ્યલ જજ (એ.સી.બી) અને બીજા એડી.સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ આરોપીઓ વિરુદ્ધ મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓને ૪ વર્ષની સજા અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે