Sunday, November 17, 2024

હળવદના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ રાણાને મળ્યો “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સોશિયલ વર્કની કેટેગરીમાં મળ્યુ માન સન્માન 

ગૌરવવંતા “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડમા પસંદગી પામેલ

રાજેન્દ્રસિંહનો જન્મ હળવદમાં જ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જન્મ ભૂમિ હળવદને જ પોતાની કર્મ ભૂમિ બનાવીને ખરીદ વેચાણ સંઘમાં એકાઉન્ટન્ટની ફરજ બજાવી. નોકરી, વ્યવસાય અને ખેતીની સાથે સાથે સેવા કાર્યને પહેલી પ્રાથમિકતા આપીને તન,મન, ધનથી નિશ્વાર્થપણે સામાજિક કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું.ખાસ કરીને 2015/16 માં તેમની આગેવાનીમાં ગામ અને તાલુકાના લોકોની સેવા માટે હળવદમા રોટરી ક્લબ શરૂ કરી અને સભ્યોની મોટી ટીમ બનાવીને લોકોને પણ સેવાના સહયોગી બનાવ્યા.રોટરી મારફતે શહેર, ગ્રામ્ય તેમજ લોકો માટે વિવિધ ક્ષેત્રના નવીન અને અનોખા તેમજ નાના,મોટા અને કાયમી અસંખ્ય સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યા.

જે હાલમાં પણ ચોવીસ કલાકને ત્રણસો પાસઠ દિવસ અનેક લોકોને ઉપયોગમાં આવે છે.ખાસ કરીને જરૂરતમંદો માટે અનેક પ્રોજેકટો આશીર્વાદરૂપ સાબિત થયાં છે.ગરીબ અને જરૂરિયાતમંદોની પીડા, દુઃખ, દર્દ અને વેદના દૂર કરવા માટે રાણાજી નિરંતર પુરી નિષ્ઠાથી પ્રયત્નશીલ અને ચિંતિત જોવા મળ્યા છે.તેમને અત્યાર સુધીમાં અસંખ્ય નિરાધાર લોકોની તકલીફો કે અગવડોને દૂર કરી હશે. અને રાહત આપી સાચા અર્થમાં સહારો આપેલ છે. અને જરૂરત વખતે એક ક્ષણના વિલંબ કર્યા વગર તુરંત જ મદદની ભાવના સાથે દોડી જાય છે.

રાજેન્દ્રસિંહ રાણાને 100 થી પણ વધુ એવોર્ડ,સિલ્ડ, મેડલ,સર્ટિફિકેટ દ્વારા અગાઉ પણ ઘણી સંસ્થાઓં દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ત્યારે વધુ એક ગુજરાત લેવલનો મોટો અને મૂલ્યવાન કહી શકાય એવો ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા અંતર્ગત ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ મળતા તાલુકાના, સમાજના, રોટરીના અને રાણા પરિવારમા ગર્વમા વઘારો થયો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર