Sunday, November 17, 2024

મોરબી સિરામિક ક્લસ્ટરની છ ફેક્ટરીમાં DGGIના દરોડા પડતા ફફડાટ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સિરામિક ક્લસ્ટરની છ ફેક્ટરીમાં DGGI દરોડા પાડ્યા જેમાં ઈ વે બીલ જનરેટ કરી કરોડો રૂપિયાનુ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. અને કૌભાંડમાં એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે. હાલ સમગ્ર બાબતે ડોક્યુમેન્ટની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

સુત્રો દ્વારા મળતી વિગતો મુજબરાજકોટ DGGI ના રીજીયોનલ યુનિટ દ્વારા થોડા સમય પહેલા 1000 કરોડનું બોગસ ઈ વે બિલ કોભાંડ ઝડપી પાડ્યું હતું ત્યારે મોરબીના જીએસટી ચોરોને પકડવા માટે ડીજીજીઆઈ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરી હતી જેમાં મોરબીની ક્લસ્ટર ફેક્ટરીમાં ગઈકાલે બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીઓનો કાફલો મોરબીમાં છ સીરામીક ફેક્ટરીમાં દરોડા પાડવા પહોંચ્યો હતો અને લેમોરેક્ષ ગ્રેનીટો, લુફટોન ટાઇલ્સ, લોવેલ સીરામીક, લીયોના સીરામીક, ક્વીટા સીરામીક અને મોન્ઝો સિરામિક પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબીના સીરામીક દ્વારા બોગસ ઈ વે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાનું જીએસટી ચોરીનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ તમામ યુનિટોમાં ડોક્યુમેન્ટની ચકાસણી ટ્રાન્સપોર્ટની બિલ્ટી ખરીદ વેચાણના વ્યવહારો નાણાકીય વ્યવહારો આંગડિયા થી કરવામાં આવેલા વ્યવહારો અને બોગસ ઇવે બિલના આધારે કેટલું વેચાણ કરવામાં આવ્યું છે તેની તપાસ હાથ ધરી હતી અને ડીજીજીઆઈ દ્રારા ગુપ્ત ડેટા ભેગા કરી સમગ્ર કૌભાંડના મુળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે તેમજ આ કૌભાંડમાં જે તે સમયે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી અને હજું એક શખ્સ નાસ્તો ફરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અને હાલ સમગ્ર બાબતે ડોક્યુમેન્ટની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર