Tuesday, November 19, 2024

વાંકાનેરના લુણસર ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગનો દરોડો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની સંડોવણી ખુલી

વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ ચોરી પર ગઇકાલે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડી સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન, ફાયર ક્લે સહિતનો મુદામાલ જપ્ત કરી તપાસ કરતાં આ ખનીજચોરીમાં બે શખ્સોની સંડોવણી ખુલી હતી

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ચાલતી ફાયર ક્લેની ખનીજ ચોરી પર દરોડો પાડી એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે સહિત આશરે રૂ. 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

આ બનાવમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરતા ખનીજચોરી લુણસર ગામના ગોપાલભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયા(ભરવાડ)ના કહેવાથી એક્સેવેટરના માલિક દેવશીભાઈ ચારલા દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે, જે બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા એક્સકેવેટર મશીન તથા ફાયર ક્લે જપ્ત કરી તેને વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર