હળવદ: હળવદના બ્રાહ્મણી ડેમ -૨ કોટેશ્વર મહાદેવ મંદિર સામે પાણીમાં ડેમમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પ્રકાશભાઇ હરજીવનભાઇ કણઝરીયા જાતે દલવાડી ઉ.વ.૨૫, રહે. સિધ્ધી વિનાયક સોસાયટી, રાણેકપર રોડ, હળવદ તા.હળવદ જી.મોરબી વાળો બ્રાહ્મણી ડેમ-ર, કેદારેશ્વર મહાદેવ મંદિર સામે, પાણીમાં ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

