Wednesday, March 5, 2025

વાંકાનેરમાં અપહરણ કરી પૈસાની માંગણી કરવાના ગુનામાં ફરાર ત્રણ ઈસમો મધ્યપ્રદેશથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ કરી પૈસાની માંગણી કરવાના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાંથી વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો.કલમ ૩૬૫,૩૪૩,૩૨૭,૩૨૩, ૫૦૬,૩૪ મુજબનો ગુન્હો તા.૨૫/૫/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ છે અને ફરીયાદી વિકાસ ગુડા બારેલા રહે ગામ-નવલપુરા તા.અંજડ થાના-નવલુપરા જી.બડવાની રાજય-મધ્યપ્રદેશ વાળાને આરોપીઓ (૧) રણજીત દોલા વસુનીયા (૨) સંગ્રામ છગન કટારા (૩) લવકુશ રામા મેડા (૪) રામકિશન તથા અન્ય ઇસમોએ ફરીયાદીનો સાળો આરોપી રણજીતની દિકરીનુ અપહરણ કરી લઇ ગયેલ હોય જે મળી ગયેલ છે તેમ કહી સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ ફેકટ્રીના ગેઇટ બહાર ફરીયાદીને બોલાવી ફરીયાદી તથા સાહેદને બળજબરીથી ઇકો ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના દોલતપુરા ગામે લઇ જઇ ગેરકાયદેસર અટકાયતમાં રાખી ફરીયાદિના પરિવાર પાસે ફોન પર પૈસાની માંગણી કરી અને જો પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને બાદ મધ્યપ્રદેશ રાજયના સ્થાનિક પોલીસ સ્ટેશનનો ફરીયાદીએ ફોનથી સંપર્ક કરી ધાર જીલ્લાના અમજોરા પોલીસ સ્ટેશન ના દસઇ પોલીસ ચોકીમાં ફરીયાદીએ પોતાની ફરિયાદ જાહેર કરતા ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.

આ ગુનાની ગંભીરતા સમજી મોરબી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ફરાર આરોપીઓને પકડી પાડવા વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતે તપાસમાં જઈ આરોપીઓની માહીતી મેળવી આરોપીઓ અલગ અલગ ગામડાઓમાં રહેતા હોય જેથી સ્થાનીક પોલીસ સાથે રાખી ગામડાઓમાં નાઇટ કોમ્બીંગ કરી ગુનામાં ઉપયોગમાં લીધેલ ઇકો કાર સાથે અપહરણના ગુનામાં (૧) રણજીત દોલા વસુનીયા (૨) સંગ્રામ છગન કટારા (૩) લવકુશ રામા મેડાવાળા આરોપીઓને પકડી પાડવા સફળતા મેળવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર