Wednesday, March 5, 2025

મોરબીના પીપળી ગામે મહિલા પર બે શખ્સોનો હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પીપળી ગામે લગ્ન પ્રસંગમાં ગરબા રમવા બાબતે બબાલ થતા આરોપીને સમજાવવા જતા મહિલા તથ સાહેદને આરોપીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા હેતલબેન શૈલેષભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) એ આરોપી મનોજભાઈ રાણાભાઈ પરમાર રહે. ગાંધીનગર તથા જીતેન્દ્રભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી મનોજભાઈએ ફરીયાદિની નાની બહેન શીવાની સાથે લવ મેરેજ કરેલ હોય અને ફરીયાદિની બીજી નાની બહેન પુજાના લગ્ન હોવાથી ફરીયાદિની બહેન શીવાની તથા બન્ને આરોપીઓ લગ્નમા પીપળી આવેલ હોય અને લગ્નમા હલદીના પ્રસંગમા શીવાની રાસ ગરબા રમતી હોય તે દરમ્યાન આરોપીએ મનોજભાઇએ તેની પત્ની શીવાની સાથે ગરબા રમવા બાબતે બોલાચાલી કરતા ફરીયાદિ તથા સાહેદ અમીતાબેન આરોપી મનોજભાઈને સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો સાથે બોલાચાલી ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી શરીરે મુઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર મહિલા હેતલબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર