Thursday, March 6, 2025

મોરબીમાં લગાવેલ જાહેરાતના મોટા મોટા હોર્ડિંગ દુર કરવા તંત્રને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં કુદરતી વરસાદ કે વાવાઝોડું આવે તો શહેરમાં જાહેરાતના લગાવેલ મોટા મોટા હોર્ડિંગથી આમ જનતાને નુકસાન થઈ શકે છે જેથી આ હોર્ડિંગ તાત્કાલિક ધોરણે દુર કરવા સામજીક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકા , કલેકટર તથા તંત્રને લેખિત રજૂઆત કરી છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, મુશાભાઈ બ્લોચ એ મોરબી જીલ્લા કલેકટર તથા નગરપાલિકા ચિફ ઓફિસર તથા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે કે, મોરબીના મુખ્ય મુખ્ય રસ્તાઓ ઉપર જેમાં શનાળા રોડ, નવા જુના બસ સ્ટેન્ડ પાસે તથા સામાકાંઠા વિસ્તારમાં તેમજ મથુર પુલ ઉપર આવેલ મોટા હોડીંગ આવેલ છે તે દુર કરવા તથા વીસી ફાટકના ઢાર પાસે પણ મોટા મોટા હોડીંગ આવેલ છે તેમજ મુખ્ય બજારમાં તેમજ સ્વાપર રોડ, વાવડી રોડ, મેઇન હાઈવે ઉપર આવેલ હોર્ડીંગો તાત્કાલીક ધોરણે ઉતરાવી લેવામાં આવે કેમ કે આ મોટા મોટા જાહેરતાનો હોડીંગ લાગાડેલ છે જે આમ જનતાને વરસાદ કે વાવાઝોડા સમયે નિર્દોશ લોકોને જાન-હાની થઈ શકે છે કોઈ વ્યક્તિને નુકસાન થાય તે પહેલા આ હોડીંગ તાત્કાલીક હટાવો અને મોટી દુર્ઘટના બનતા પહેલા સાવચેતી રૂપે આ મસ મોટા હોર્ડીંગ હટાવો એવી સામાજીક કાર્યકરોની તથા આમ જનતાએ માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ હોર્ડિંગ પડવાથી માણસોના જીવ જાય, વાહનોને નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોઇ પણ જાન હાની થશે તો તેની જવાબદાર મોરબી નગરપાલીકા રહશે અને મોરબી નગરપાલીકા ઉપર કેસ કરવામાં આવશે તેમજ પોલીસ કેસ પણ કરવામાં આવશે જેની મોરબી નગરપાલીકાએ સ્પષ્ટ નોંધ લેવી. તેમજ કલેકટરને પણ આ બાબતે નગરપાલીકાને સ્પષ્ટ સુચના આપવા કે હોડીંગ ઉતરાવી નાખે તે અંગે હુકમ કરવા રજુઆત કરી છે. કેમ કે આ વખતેનું ચોમાસુ ભયંકરમાં ભયંકર છે તેનાથી વરસાદ અને વાવાઝોડાથી સાવચેતી રૂપે અગાઉથી જ આયોજન કરવું જરૂરી છે જે આમ જનતાના હીતમાં છે. આ અંગે તાત્કાલીક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આમ જનતાને સાથે રાખી સામાજિક કાર્યકરોએ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર