મોરબી: મોરબીમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા ગળેફાંસો ખાઈ જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોંટુસિંઘ વિજયસિંઘ ખુરમી ઉવ.૫૭ રહે. સીયારામ સીરામીક કારખાના લેબર ક્વાટરમા પાવડીયારી કેનાલ તા.જી.મોરબી વાળા તા.૧૭/૦૫ /૨૯૨૪ ના રોજ કોઇ પણ સમયે કોઇ કારણસર દોરડા વડે ગળે ફાંસો ખાઇ લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

