Thursday, March 6, 2025

મોરબીમાં યુવકને ફોન પર આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં યુવકને ફોન ઉપર ટાંટીયા ભાંગી નાખી માર મારવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં પાર્શ્વ હાઇસ્ટસ ફ્લેટ નં -૨૦૧ શક્તિપ્લોટ શેરી નં -૧૧ માં રહેતા રૂચીરભાઈ અનીલકુમાર કારીયા (ઉ.વ.૩૭) એ આરોપી મોબાઇલ નંબર -૯૬૩૮૯૬૨૯૪૫ ના ધારક સંજય ચૌહાણ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૫-૨૦૨૪ ના રોજ આરોપીએ મોબાઈલ નં -૯૬૩૮૯૬૨૯૪૫ ઉપરથી ફરીયાદીને તેના મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કોલ કરી ભુંડી ગાળો બોલી ટાંટીયા ભાંગી માર મારવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર રૂચીરભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર