મોરબીના જૂના ગોર ખીજડીયા રોડ પર આવેલ કારખાનામાં ગળેફાંસો ખાઈ જતાં એકનું મોત
મોરબી: મોરબીના જૂના ગોર ખીજડીયા રોડ સી.એસ. પ્રિન્ટ પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના જૂના ગોર ખીજડીયા રોડ સી.એસ. પ્રિન્ટ પેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રામસીંગ ઔતાર કોઈપણ કારણોસર પાતાના રહેણાંક રૂમમાં પોતાની જાતે છતના પંખા સાથે ઈલેક્ટ્રીક વાયર બાંધિ ઈલેક્ટ્રીક વાયર વડે ગળેફાંસો ખાઈ જતાં રામસીંગ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.