મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક રોડ પર જતા હોર્ડિંગ ઉડીને અથડાતાં બાઈક સવાર ઈજાગ્રસ્ત
મોરબી: મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી રોજ બપોર પછી ભારે પવન ફુંકાય છે જેના કારણે મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક પવનથી હોર્ડિંગ ઉડીને બાઈક સાથે અથડાતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ગુરુવારે બપોરબાદ મોરબી શહેરના વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે મોરબીની મહેન્દ્રનગર તરફથી બાઈક લઈને જતા દીપકભાઈ નામના બાઈક ચાલક પીપળી રોડ ઉપર તેના સેનેટરી વેર્સના સ્થળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક ફુંકાયેલ પવનથી એક હોર્ડીંગ ઉડી રોડ પર પહોંચ્યું હતું અને તે દરમ્યાન રોડ પરથી પસાર થઈ રહેલા દીપકભાઈ નામના બાઈક ચાલક સાથે અથડાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.