રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે હરબટીયાળી ગામે રેલી યોજાઈ
ટંકારા: આજે તા. ૧૬-૦૫-૨૦૨૪ ના રોજ ટંકારા તાલુકાના નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હરબટીયાળી ગામે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ (16 મે ) નિમિત્તે “ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ”ની થીમને લઈ ગામમાં રેલી યોજી હતી.
હેલ્થ સુપરવાઇજર કે. કે. કાલરીયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર રાજેશ ચાવડા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રાહુલ રાઠોડ, હાજર રહી ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણી મા થતા હોઇ મચ્છરોની ઉત્પત્તી ના થાય તેટલા માટે ઘરના પાણી ભરાયેલ તમામ પાત્રો હવા ચુસ્ત ઢાકણથી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડીયે એક વાર પાણીના પાત્રો જેવા કે ફ્રિઝની પાછળની ટ્રે કુલરમાં ભરેલ પાણી, આસપાસના બંધ ઘરો, મહોલ્લા, સોસાયટી ઓફીસના ધાબામાં કાટમાળ કોઠી , ટાંકી, ટાયર, કુંડા નકામા પાત્રોમાં ભરાયેલ પાણી ખાલી કરવા વિશે લોકોને માહિતગાર કરેલ સાથે મચ્છરના પોરા અને પોરા ભક્ષક માછલી નિદર્શન દ્રારા માહિતગાર કરેલ. તેમજ ડ્રાય ડે વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી.