મોરબી: મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યું.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે.
હિન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતો ના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામના આર્મી જવાન પરેશકુમાર સારેસાનું શારીરિક બીમારી સબબ અમદાવાદ આર્મી હોસ્પીટલમાં અવસાન થયું છે. હાલ તેઓ જમ્મુના ઉધમપુરના આર્મી કેમ્પ ખાતે હવલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા હતા.
આર્મી જવાનનુ મૃત્યુ નિપજતા પરિવાર પર સંકટનો વાદળ ઘેરાયા છે ત્યારે સહિદ પરીવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે...
મૂળ મોરબી તાલુકાના વિરપરડા ગામના વતની અને હાલ મોરબી નીવાસી વાઘજીભાઇ લાલજીભાઇ સાદરીયાનુ તા.૦૮-૦૧-૨૦૨૫ ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદ્ગતનુ બેસણું તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ ક્લાકે ન્યુ ચંદ્રેશ-૨, મારૂતિનંદન એપાર્ટમેન્ટ, પંચાસર રોડ મોરબી...
મનરેગા યોજના હેઠળ જિલ્લામાં જળ સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જના કામોને પ્રાધાન્ય આપવામાં આવે; સાંસદ વિનોદભાઈ ચાવડા
મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી - દિશાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રજીસ્ટ્રાર,...