Sunday, January 5, 2025

હળવદના ઘનશ્યામગઢ ગામે ઠપકો આપવા ગયેલ માતા – પુત્રીની ત્રણ શખ્સોએ છેડતી કરી હુમલો કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે મહિલાના પુત્રને આરોપીએ ઘર પાસેથી રીક્ષા હાકવાની ના પાડતા મહિલા આરોપીને ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સોએ મહિલા અને પુત્રીને માર મારી છેડતી કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતી મહિલાએ આરોપી જ્યોતીષભાઈ પોપટભાઈ ગોપાણી તથા શંકરભાઈ પોપટભાઈ ગોપાણી અને જ્યોતિષભાઈના પત્ની રહે ત્રણે ઘનશ્યામગઢ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના સુમારે ફરીયાદીના દિકરા ઋત્વીકને આરોપી જ્યોતિષભાઈએ પોતાના ઘર પાસેથી રીક્ષા લઇ નીકળતો નહી નહીતો જીવતો મારી નાખીશ તેવી ધમકી આપતા ફરીયાદીએ આરોપી જ્યોતિષભાઈને મારા દિકરાને તમારા ઘર પાસેથી આવવાની કેમ ના પાડો છો ? તેવો ઠપકો આપતા આરોપી જ્યોતિષભાઈ ઉશ્કેરાઇ જઇ લાઇટના કેબલ વડે ફરીયાદીને જમણી બાજુ પેટના ભાગે તથા માથાના ભાગે માર મારી તથા આરોપી શંકરભાઈએ લાકડી વડે ફરીયાદીના સાથળના ભાગે માર મારી મુંઢ ઇજા કરી તથા આરોપી જ્યોતિષભાઈની પત્નીએ ફરીયાદીની દિકરીને પકડી રાખી ઝપાઝપી કરી ફરીયાદીના બ્લાઉઝના બન્ને બાય તથા ફરીયાદીની દિકરીએ પહેરેલ ડ્રેસની બાય ફાડી નાખી છેડતી કરી હતી. જેથી ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૬(૨), ૩૫૪(બી),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર