મોરબીમાં શ્વાસની તકલીફ થતા વૃદ્ધનુ મોત
મોરબી: મોરબી ગ્રીન ચોકમાં રહેતા વૃદ્ધ મહિલાને શ્વાસની તકલીફ થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી ગ્રીન ચોકમાં મોચી શેરીમાં રહેતા અનિલાબેન જગદીશભાઇ સરવૈયા ઉ.વ.૬૦વાળા પોતાના ઘરે હોય તે વખતે અચાનક શ્વાસની તકલીફ થતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યારબાદ વધું સારવાર અર્થે મોરબીની બીજી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અનિલાબેન નામની વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.