મોરબી: તનીષ્ક સોનાના શોરૂમના કર્મચારીઓએ 1.56 કરોડથી વધુ જેટલી રકમની/દાગીનાની ઉચાપત કરી
મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક તનિષ્ક શોરૂમના પાંચ કર્મચારીએ સોનાના દાગીનાની ખોટી રીસીપ બનાવી ખરી તરીકે ઉપયોગ કરી દાગીના નહી આપી કુલ કિં રૂ.૧,૫૬,૧૪૦૦૦ જેટલી રકમની ઉચાપત કરી પોતાના અંગત ફાયદા માટે સોનાના દાગીનાની અથવા રકમની ઉચાપત કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર લીલાપર રોડ પ્લેટનીયમ હાઇટસ બ્લોક નં -૩૦૨મા રહેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયા (ઉ.વ.૫૪) એ આરોપી હરીભાઇ જયંતીલાલ ભટી રહે.મોરબી પંચાસર રોડ શીવ સોસાયટી, ધવલ અલ્પેશભાઇ પટની રહે. મોરબી ગ્રીનચોક પાસે, આશીષ ગુણવંતભાઇ માંડલીયા રહે.મોરબી, ઇરફાન સાદીકભાઇ વડગામા રહે.મોરબી વાવડી રોડ રામપાર્ક-૧ સલીમ મસ્જીદ પાસે, ભાવના પ્રેમજીભાઇ સોલંકી રહે. મોરબી સામાકાંઠે માળીયા વનાળીયા સોસાયટીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આશરે બે વર્ષથી આજદીન સુધીમાં ફરિયાદીના તનીષ્ક સોનાના શોરૂમમા કર્મચારી તરીકે આરોપીઓ નોકરી કરતા હોય અને ઘરેણા વેચવાની જવાબદારી સંભાળતા હોય અને ફરીયાદીના શોરૂમમા આરોપીઓએ સોનાના દાગીના નંગ-૭૩ તથા દિપકભાઇ પરમારનુ દાગીનાની ખોટી રીસીપ બનાવી આપી ખરા તરીકે ઉપયોગ કરી દાગીના નહી આપી કુલ કિ.રૂ.૧,૫૬,૧૪૦૦૦/- જેટલી રકમની ઉચાપત કરી ફરિયાદીની શોરૂમ સાથે વિશ્વાસઘાત કરી પોતાના અંગત ફાયદા સારૂ સોનાના દાગીનાની અથવા રોકડા રૂપીયાની ગુનાહિત કાવત્રુ રચી ઉચાપતા કરી હતી. જેથી ભોગ બનનાર વિમલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૮,૪૬૫,૪૬૭, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
