મોરબીના બેલા (રંગ) ગામે મહિલા પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે આવેલ રમેશભાઈ રબારીના શોપિંગની બાજુમાંથી નિકળતા કાચા રસ્તે તળાવની બાજુમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ મહિલાને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી છરી વડે ગંભીર ઈજા કરી હતી જેથી ભોગ બનનાર મહિલાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ મોરબીના તળાવીયા શનાળા ગામ પાસે આવેલ મેલડીમાંના મંદિરની બાજુમાં મોતીભાઈ રબારીની ઓરડીમાં ભાડેથી રહેતા મુક્તાબેન હસમુખભાઇ ઉર્ફે લાલો ઉઘરેજીયા (ઉ.વ.૩૦) એ આરોપી ભરતભાઈ વલ્લભભાઈ ઉઘરેજીયા રહે. હાલ બેલા (રંગ) ગામની સીમ ખોખરા હનુમાન રોડ ઉપર ઝુંપડામાં મોરબી તથા સાગર ઉર્ફે ભુની કિશોરભાઈ ઉઘરેજીયા રહે. રૈયાધાર રાજકોટવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં આરોપીઓએ થોડા દિવસ પહેલા ફરીયાદિને આરોપી ભરતભાઈ સાથે ઝગડો થયેલ હોય જે બાબત નો ખાર રાખી આરોપી ભરતભાઈ તથા આરોપી સાગર ઉર્ફે ભુનીએ એકસંપ કરી આરોપી સાગર ઉર્ફે ભુનીના મોટરસાયકલમા આવી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નંબર સાગર ઉર્ફે ભુનીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી અને આરોપી ભરતભાઈએ ફરીયાદીને પકડી રાખી આરોપી સાગર ઉર્ફે ભુનીએ પોતાની પાસે રહેલ છરી વડે ફરીયાદિને ડાબા હાથની હથેળીમાં તથા ડાબા પગનાં સાથળનાં ભાગે છરી ના ઘા મારી ગંભીર ઇજા કરેલ તેમજ જમણા હાથે કોણી થી નીચેના ભાગે તથા જમણા સાથળનાં ભાગે તથા જમણા પગમાં ઢીંચણથી નીચેના ભાગે છરી થી ઈજા કરી હતી જેથી ભોગ બનનાર મુકતાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૬,૧૧૪, ૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
