Monday, March 10, 2025

મોરબીના ટીંબડી પાટીયા નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપના પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢના વતની અને હાલ મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપમાં રહેતા ચેતનભાઈ ભગવાનજીભાઈ ટાંક (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯-૦૫-૨૦૨૪ ના રોજ મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપના પાર્કિંગમાથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૨૩-એઈ-૩૧૮૪ જેની કિંમત રૂ.૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર ચેતનભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર