Monday, March 10, 2025

મોરબીમાં એક શખ્સે છરીની અણીએ વેપારી પાસેથી 25 હજારની લુંટ ચલાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લુહાણાપરા શેરી નં -૦૩ માં એક શખ્સે આધેડના ધંધાના સ્થળે જઈ રૂ.૨૦૦ માગતા આધેડે આપવાની ના પાડતાં શખ્સે આધેડને ગાળો બોલી મારમારી છરીનો ભય બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી થળામાંથી વેપારના રૂ.૧૫૦૦૦ બળજબરી પૂર્વક કાઢી લય તથા શખ્સે એક્ટીવાના નુકસાનના ૧૦,૦૦૦ રોકડા આધેડ પાસેથી લીધા હોવાથી ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમા વજેપર શેરી નં -૦૩ માં રહેતા અને વેપાર કરતા દિપકભાઈ ગોવિંદભાઈ કંઝારિયા (ઉ.વ.૫૨) એ આરોપી હુશેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઈ સિપાઈ રહે. સિપાઈવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૫-૨૦૨૪ ના રોજ આરોપીએ પોતાનુ મેટ બ્લેક કલરનું એકટીવા લઈને ફરિયાદિના ધંધાના સ્થળે જઈ તેમની પાસે રૂ.૨૦૦/- માંગતા ફરિયાદિએ રૂપીયા આપવાની ના પાડતા ફરીયાદીને ભુંડી ગાળો બોલી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારી તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદાને પેટમા ઘા મારી આંતરડા બહાર કાઢી મારી નાખવાનો ભય બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની લારીના થળામાં વેપારના આશરે રૂ.૧૫,૦૦૦/- પડેલ જે બળ જબરી પુર્વક ફરિયાદિ પાસેથી લઈ લીધેલ તથા પોતાના એકટીવાના નુકશાન પેટે રૂ.૧૦,૦૦૦/- રોકડા ફરિયાદિ પાસેથી લઇ લિધા હતા જેથી ભોગ બનનાર દિપકભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૮૬,૩૨૩, ૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર